Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતમાસ પ્રમોશન બાદ ધો.10નું પરિણામ જાહેર : 17186 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ

માસ પ્રમોશન બાદ ધો.10નું પરિણામ જાહેર : 17186 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ

ગત વર્ષે રાજ્યના 1671 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ હતો : C1 ગ્રેડ મેળવનારની સંખ્યા સૌથી વધુ : 1,73,732 વિદ્યાર્થીઓ ગ્રેસિંગ માર્ક સાથે પાસ

- Advertisement -

ધો.10માં માસ પ્રમોશનની જાહેરાત બાદ ગઈકાલે રાત્રે 8 વાગ્યે ઓનલાઇન પરિણામ જાહેર થયું છે. માત્ર શાળાઓ જ ઓનલાઇન પરિણામ જોઈ શકશે. વિધાર્થીઓએ શાળામાંથી ગુણપત્રકની નકલ મેળવવાની હોવાથી સવારથી જ તેઓ શાળામાં ગુણપત્રક મેળવવા પહોચ્યા છે. ઓરીજનલ માર્કશીટ જુલાઈના બીજા સપ્તાહમાં આપવામાં આવશે.

- Advertisement -

ગુજરાત સેકેન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્રારા ધો.10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યની 1276 સરકારી, 5325 ગ્રાન્ટ ઇન એઇડ, 4331 સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય 45 સ્કૂલો મળી કુલ 10,977 સ્કૂલોમાં ધોરણ-10 ના નિયમિત 857204 વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. હાલમાં વિદ્યાર્થીઓને ટેમ્પરરી બેઝ પર માર્ક્સશીટ અપાશે, પરંતુ ઓરિજિનલ માર્કશીટ જુલાઈના બીજા સપ્તાહમાં આપવામાં આવશે. 

રાજ્યના ધો.10ના 8,57,204 વિદ્યાર્થીઓનું ગ્રેડ વાર પરિણામ

- Advertisement -

A1 – 17186 વિદ્યાર્થીઓ

A2 – 57362 વિદ્યાર્થીઓ

- Advertisement -

B1 – 100973 વિદ્યાર્થીઓ

B2 – 150432 વિદ્યાર્થીઓ

C1 – 185266 વિદ્યાર્થીઓ

C2 – 172253 વિદ્યાર્થીઓ

D – 173732 વિદ્યાર્થીઓ

રાજ્યમાં A1 ગ્રેડ મેળવનાર સૌથી સુરતના 2991વિદ્યાર્થીઓ છે. ત્યારબાદ રાજકોટના 2056 વિદ્યાર્થીઓ છે. જામનગરની વાત કરવામાં આવે તો કુલ 16284 વિદ્યાર્થીઓ પૈકી 541 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. ગત વર્ષે રાજ્યના માત્ર 1671 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ હતો. 

વિષય પ્રમાણે ગ્રેડની વાત કરવામાં આવે તો સામાજિક વિજ્ઞાનમાં 27,913 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ, ગણિતમાં 26,809 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ, વિજ્ઞાનમાં 20,865 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular