Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયબિહાર બાદ ઉત્તરપ્રદેશમાં મીનિ વાવાઝોડું, વૃક્ષો, થાંભલા તૂટી પડયા

બિહાર બાદ ઉત્તરપ્રદેશમાં મીનિ વાવાઝોડું, વૃક્ષો, થાંભલા તૂટી પડયા

- Advertisement -

ચોમાસાના સતાવાર આગમન પુર્વે દેશના અનેક ભાગોમાં જોરદાર હવામાન પલ્ટો થયો છે. પાટનગર દિલ્હી ઉપરાંત ઉતર ભારતના અનેક રાજયોમાં આંધી સાથે ભારે વરસાદ નોંધાયો હતો અને વિવિધ વરસાદી દુર્ઘટનાઓમાં 39 લોકોના મોત નિપજયા હતા. ઉતરપ્રદેશમાં અનેક ભાગોમાં તોફાની પવન અને આંધી ફુંકાવાને કારણે ઠેકઠેકાણે વૃક્ષો અને થાંભલાઓનો સોથ વળી ગયો હતો. સંખ્યાબંધ સ્થળોએ ઝાડ અને થાંભલા ધરાશાયી થયા હતા તેમાં 21 લોકોનો ભોગ લેવાયો હતા. આ સિવાય પંજાબમાં આંધી સાથેના વરસાદથી ચાર, બિહારમાં પાંચ તથા મધ્ય પ્રદેશમાં પાંચ લોકોના મોત થયા હતા.

- Advertisement -

હરિદ્વારમાં વરસાદી દુર્ઘટનાથી બે લોકો મોતને ભેટયા હતા. હવામાન વિભાગ દ્વારા ઉતરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉતરપ્રદેશ તથા પુર્વીય રાજસ્થાનમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય હિમાચલ, ઉતરાખંડ તેમજ કાશ્મીરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉતરપ્રદેશમાં આજે પણ આંધી ફુંકાવાની ચેતવણી સાથે યલ્લો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉતરાખંડમાં કડા વરસવાની ચેતવણી આપવામાં આવી છે. ઉતરભારતના લગભગ તમામ રાજયોમાં હવામાન પલ્ટાને પગલે ભીષણ ગરમીમાંથી રાહત મળી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular