Friday, October 18, 2024
Homeરાષ્ટ્રીય8 માસ બાદ GST કલેકશન એક લાખ કરોડથી ઓછું

8 માસ બાદ GST કલેકશન એક લાખ કરોડથી ઓછું

- Advertisement -

સતત આઠ મહિના સુધી જીએસટી કલેકશન 1 લાખ કરોડથી ઉપર આવ્યા બાદ જુનમાં કલેકશનમાં ઘટાડો નોંધાયો છે. જો કે, જૂન 2020ની સરખામણીએ કલેકશન બે ટકા વધારે છે. મે મહિનામાં લોકડાઉનને કારણે જીએસટી કલેકશનમાં ઘટાડો થયાનું માનવામાં આવે છે.

ગત જુન કરતાં આ જુન માસની જીએસટીની આવકમાં બે ટકાનો વધારો નોંધાતા એ 92,849 કરોડે અટકી છે. આમાં સેન્ટ્રલ જીએસટીની આવક 16,424 કરોડ છે, રાજયની જીએસટીની આવક 20,397 કરોડ છે, જયારે સંકલિત જીએસટીની આવક 49,079 કરોડ (આયાતી માલ પર વસુલાયેલા કરના 25,762 કરોડ સહિત) છે. સેસની આવક 6949 કરોડ (આયાતી માલ પર વસુલાયેલા કરના 809 કરોડ સહિત) છે.

જુન, 2021 માં થયેલી જીએસટીની આવક, જુન, 2020માં થયેલ જીએસટીની આવક 90,917 કરોડ કરતા બે ટકા વધુ છે.જીએસટીની આવક સળંગ આઠ મહિના સુધી એક લાખ કરોડથી વધુ રહી હતી, જયારે મે માસમાં એ 1.02 લાખ કરોડ નોંધાઇ હતી. જો કે જુન, 2021 માં જીએસટીની આવક ઘટીને 1 લાખ કરોડથી ઓછી થઇ હતી.

જુન 2021નું જીએસટી કલેકશન, મે, 2021 દરમિયાન થયેલા વેપાર વિનિમય પર આધારિતછે. મે, 2021 દરમિયાન દેશના મોટા ભાગના સભ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કોરોના પ્રેરિત સંપૂર્ણ કે આંશિક, લોકડાઉનની સ્થિતિમા હતા, એમ નાણાં મંત્રાલયે જણાવ્યું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular