View this post on Instagram
જામનગર શહેરમાં પંચેશ્વરટાવર પાસે યોજાતી શ્રી ખોડિયાર કુમારિકા ગરબી મંડળમાં સાત વર્ષિય દિવ્યાંગ બાળકી મનની આંખોથી માતાજીની આરાધના કરે છે. મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા છેલ્લાં 35 વર્ષથી શ્રી ખોડિયાર કુમારિકા ગરબી મંડળનું આયોજન કરવામાં આવે છે. જેમાં છેલ્લાં ત્રણ વર્ષોથી જીયા જીતેન્દ્રભાઈ બસીયા નામની બાળા મનની આંખોથી માતાજીની આરાધના કરે છે. આ બાળા બંને આંખોથી જોઇ શકતી નથી. આવી પરિસ્થિતિમાં પણ માતાજીમાં અખુટ વિશ્વાસ ધરાવતી બાળા મનની આંખો વડે માતાજીની આરાધના કરી માતાજીની પ્રત્યેની શ્રધ્ધાનું ઉમદા ઉદાહરણ પૂરુ પાડે છે.