Saturday, December 21, 2024
Homeરાષ્ટ્રીયપોતાની અયોગ્યતા સ્વિકારવી તેઓના લોહીમાં નથી: HC

પોતાની અયોગ્યતા સ્વિકારવી તેઓના લોહીમાં નથી: HC

નેતાઓ અને અધિકારીઓ અંગે દિલ્હી હાઇકોર્ટની તીવ્ર પ્રતિક્રિયા

- Advertisement -

દિલ્હી હાઇકોર્ટેમાં કોર્ટના કર્મચારીઓને ફ્રંટલાઇન વર્કર ઘોષિત કરવા માટે દાખલ થયેલી અરજી પર જસ્ટિસ વિપિન સાંધી અને જસ્ટિસ જસમીત સિંહની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી. દિલ્હી જ્યુડિશિયલ સર્વિસ એસોસિયેશન દ્વારા કરવામાં આવેલી આ અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે કોર્ટના કર્મચારીઓ ન્યાયતંત્ર સારી રીતે ચાલે માટે ઘરની બહાર નીકળે છે અને કેટલીક મેટરોમાં જેલમાં જઇને પણ મામલાઓની સુનાવણી કરતા હોય છે. લોકોને ન્યાય અપાવવા માટે કોર્ટના કર્મચારીઓ તેમના જીવ જોખમમાં મૂકી રહ્યા છે અને ઘણા કોરોનાથી સંક્રમિત પણ થયાં છે આથી તેઓને ફ્રંટલાઇન વર્કર ઘોષિત કરવામાં આવે.

- Advertisement -

કોર્ટે આ દરમિયાન જણાવ્યું કે, નેતાઓ અને અધિકારીઓને આ મુદ્દે આદેશ આપવામાં આવે છે પણ કામ થતું નથી. નેતાઓ અને અધિકારીઓ ક્યારેય પોતાની ભુલ સ્વીકારતા નથી. પોતાની અયોગ્યતા સ્વીકારવી તેમના લોહીમાં નથી.

કોરોનાના કેસોને લઇને જેલમાં કેદીઓની સંખ્યા ઘટાડવા અંગે દિલ્હી હાઇકોર્ટ સમક્ષ એક અરજી આવી હતી. જે અંગે હાઇકોર્ટે ચોખવટ કરી છે કે ગંભીર ગુનાઓમાં સજા કાપી રહેલા કેદીઓને છોડી શકાય નહીં. કારણ કે બહુ બધા કેદીઓ એવા છે જેના પર એક નહીં પરંતુ ઘણા ગુનાઓ નોંધાયેલા છે. જો આવા લોકોને છોડવામાં આવે તો સમાજ માટે તે જોખમરૂપ બનશે. કોર્ટે વધુમાં કહ્યું કે, હાઇપાવર કમિટીની ભલામણોને લઇને ફ્ક્ત વિચારાધીન કેદીઓને છોડવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular