Tuesday, March 10, 2026
Homeરાજ્યજામનગરજામનગર સહિત 6 નગરપાલિકામાં આજથી વહીવટદારોનું શાસન

જામનગર સહિત 6 નગરપાલિકામાં આજથી વહીવટદારોનું શાસન

જામનગર સહિતની રાજ્યની 6 મહાનગરપાલિકાના હોદેદારોની પાંચ વર્ષની મુદત નવ માર્ચના રોજ પૂર્ણ થઇ ગઇ છે. તેથી આવતીકાલથી આ 6 મહાનગરપાલિકાઓમાં સરકાર દ્વારા વહીવટદારોની નિમણૂંક કરવામાં આવી છે. આવતીકાલથી વહીવટદારના શાસનનો પ્રારંભ થઇ જશે.

- Advertisement -

માર્ચ 2026માં જામનગર સહિત અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને રાજકોટ એમ છ મહાનગરપાલિકાઓમાં હોદ્દેદારોની મુદત તા. 9 માર્ચના રોજ પૂર્ણ થતી હોય અને રાજ્યમાં કેન્દ્રિય ચૂંટણીપંચ દ્વારા ખાસ સંક્ષિપ્ત મતદારયાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. જેના કારણે આગામી મહાનગરપાલિકાની યોજાનારી ચૂંટણીમાં વિલંબ થયો હતો. રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાઓની ચૂંટણી મોડી થવાની હોય તેથી આ 6 મહાનગરપાલિકાઓમાં આજથી વહીવટદારોની નિમણૂંક કરી દેવામાં આવી છે. આજથી જ વહીવટદારનું શાસન અમલી બની જશે.

મહાનગરપાલિકાઓની ચૂંટણી મોડી થવાની હોવાથી રાજ્યની જામનગર, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર મહાનગરપાલિકામાં આજથી વહીવટદાર શાસન અમલી બની ગયું છે. તેમાં જામનગર મહાનગરપાલિકામાં વહીવટદાર તરીકે રાજ્યના ચીફ ટેક્સ કમિશનર આરતી કંવરની નિમણૂંક કરવામાં આવી છે. આરતી કંવર અગાઉ જામનગરના જીલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. જેથી તેઓ જામનગર શહેરથી સારી રીતે વાકેફ હોય તે સ્વાભાવિક છે. આજથી જામનગર મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, દંડક, શાસક પક્ષના નેતા અને વિરોધપક્ષ નેતા સહિતના પદોની સમય મર્યાદા પૂરી થતી હોય હવેથી જ્યાં સુધી મહાનગરપાલિકાની ચૂંટણી નહીં યોજાય અને નવા હોદ્દેદારોની નિમણૂંક નહીં થાય ત્યાં સુધી જામનગર મહાનગરપાલિકામાં વહીવટદારનું આરતી કંવરનું શાસન રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular