ભારતની અગ્રણી સીટી ગેસ વિતરણ કંપની અદાણી ટોટલ ગેસ લિ. (ATGL)એ નાણાકીય વર્ષ-૨૦૨૩ના ૩૧ ડિસેમ્બરના અંતે પૂરા થયેલા નવ માસ દરમિયાનની તેની સમગ્ર કામગીરી અને નાણાકીય પ્રદર્શનને આવરી લેતા પરિણામો આજે જાહેર કર્યા હતા.
અદાણી ટોટલ ગેસ લિ.ના મુખ્ય કારોબારી અધિકારી શ્રી સુરેશ પી.મંગલાણીએ જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન ATGL એ ગેસના ભાવના ઉચ્ચ ઇનપુટની સ્થિતિ હોવા છતાં તેના માપાંકિત અભિગમ સાથે સારો દેખાવ કર્યો છે. ગેસ સેક્ટરમાં ભૌગોલિક રાજકીય મુદ્દાઓને કારણે ભાવમાં અસ્થિરતા જોવા મળી રહી છે ત્યારે તાજેતરના અઠવાડિયામાં આંતરરાષ્ટ્રીય ગેસના ભાવમાં અમે સામાન્ય ઘટાડો જોયો છે. આ ઘરેલું ગેસ પુરવઠામાં વધારો અને CGD સેક્ટરમાં અપેક્ષિત ફાળવણી સાથે PNG અને CNG એ બંને સેગમેન્ટમાં માંગમાં વધારો થશે એવો અમને વિશ્વાસ છે”વધુમાં અમારી પ્રવેગક વ્યૂહરચના અનુસાર અને નવા ભૌગોલિક વિસ્તારો (GAs)માં PNG અને CNG માટે ઇકો સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે અમે અમારા ૧૫ ભૌગોલિક વિસ્તારોમાંથી ૧૧માં સ્ટીલ પાઇપલાઇનનું નેટવર્ક બિછાવવા તરફનો નાણાકીય વર્ષ-૨૪ માટેનો લઘુત્તમ કાર્યક્રમ પૂર્ણ કર્યો છે. ૯મા અને ૧૦મા રાઉન્ડમાં ફાળવવામાં આવેલ વિસ્તારો અને બાકી રહેતા વિસ્તારો સાથે વર્ચ્યુઅલ પાઇપલાઇનનું કામ કરી રહ્યા છીએ. એ જ પ્રમાણે અમે આ ભૌગોલિક વિસ્તારોમાં ઇકોસિસ્ટમ વિકસાવવા માટે ૯મા અને ૧૦મા રાઉન્ડમાં આપવામાં આવેલા ભૌગોલિક ૧૫ વિસ્તારો પૈકી ૧૪ વિસ્તારોમાં નાણાકીય વર્ષ-૨૦૨૪માં લઘુત્તમ કાર્ય હાથ ધરવાના કાર્યક્રમ માટે જરૂરી CNG સ્ટેશનો પણ પૂર્ણ કર્યા છે”.એમ તેમણે ઉમેર્યું હતું.
નાણાકીય વર્ષ–૨૩માં CNG સ્ટેશનોના નેટવર્ક વિસ્તરણ સાથે ગ્રાહક પ્રવૃત્તિઓના કારણે CNG વોલ્યુમમાં ૩૦% Y-o-Y નો વધારો થયો છે. ઔદ્યોગિક ગ્રાહકો દ્વારા ગેસના ઓછા ઉપાડ અને PNGના ઊંચા ભાવને કારણે PNG વોલ્યુમમાં ૧૧% Y-o-Y ઘટાડો થયો છે
વેચાણ કિંમતમાં વધારા સાથે ઉચ્ચ વોલ્યુમના કારણે આવકમાં ૬૩% નો વધારો સીએનજી અને ડોમેસ્ટિક પીએનજી માટે યુબીપી કિંમત સાથે APM કિંમતમાં ફેરબદલના કારણે ગેસની કિંમતમાં ૯૮% નો તીવ્ર વધારો થયો છે. જો કે યુબીપીના ભાવમાં ગેસની અછત ઘટી હતી ઔદ્યોગિક અને વાણિજ્યિક સેગમેન્ટ માટે મેળવવામાં આવતા આર-એલએનજીના ભાવમાં પણ વધારો થયો હતો
ગેસના ભાવો ઊંચા હોવા છતાં, ATGL એ સંતુલિત ભાવ નિર્ધારણ વ્યૂહરચના જાળવવા માટે માપાંકિત અભિગમ અપનાવ્યો હતો અને તેના ગ્રાહકો ઉપર ગેસના ઊંચા ભાવ અમલી બનાવ્યા હોવા છતાં, ATGL એ તેનું વોલ્યુમ અને વૃદ્ધિ જાળવી રાખી હતી, જેનાથી Y-o-Y ધોરણે તેના રુ.૭૦૨ કરોડના EBITDAને ટકાવી રાખવામાં મદદ થઇ હતી. ત્રીજા ક્વાર્ટરના અંતમાં LNG ભાવ સૂચકાંકો ઘટ્યા છે.કંપની ગેસના ભાવમાં અસ્થિરતાની અસરને ઘટાડવા માટે કાર્યક્ષમ ગેસ સોર્સિંગ મેળવવાના પ્રયાસ ચાલુ રાખશે.
મૂડી અને લીવરેજ સ્થિતિ:
અદાણી ટોટલ ગેસ લિ.સંગીન બેલેન્સ શીટ ધરાવે છે.:
ડેટ-ટુ-ઇક્વિટી રેશિયો ૦.૪X છે
EBITDA (વાર્ષિક) નું ચોખ્ખું દેવું ૦.૯X પર છે
વધુમાં કંપનીનું ICRA દ્વારા AA- (સ્થિર) રેટીંગ કરવામાં આવ્યું છે અને તેમાં એમ્પ્લોયડ કેપિટલ પર ૨૦.૮% વળતર છે અને અદાણી ટોટલ ગેસ લિ. વળતરના ગુણોત્તરને જાળવવા પર સતત ધ્યાન કેન્દ્રિત કરશે.
અન્ય મુખ્ય ગતિવિધી
બહુવિધ સમગ્ર સ્થળોએ કુલ ૩૨ EV ચાર્જીંગ પોઇન્ટ ઉપલબ્ધ બનાવવામાં આવ્યા છે.
મથુરા નજીક બરસાના માટે શિલાન્યાસ કર્યા બાદ બાંધકામની કામગીરી શરૂકરી છે
લો કાર્બન સોસાયટી તરફથી ગ્રીનમોસ્ફિયર હેઠળ કામ કરતી અદાણી ટોટલ ગેસ લિ.ને ઇનિશિયેટિવ અંતર્ગત તેની પ્રવૃત્તિ માટે ET એનર્જીવર્લ્ડ એન્યુઅલ ગેસ કોન્ક્લેવ તરફથી “ESG ઇનિશિયેટિવ ઑફ ધ યર” એવોર્ડ મળ્યો છે.
મોબાઈલ એપ દ્વારા ૧૦૦% ઓનલાઈન નામમાં ફેરફાર કરવાનીર સુવિધા શરૂ કરવાના સંદર્ભમાં અમારી ‘કસ્ટમર કેર’ને ગ્રાહકોની ખુશીમાં રૂપાંતરિત કરવા માટે સતત ભાર આપવામાં આવે છે. ગ્રાહકોને ખુશીનો અહેસાસ થાય તે માટે CGD ઉદ્યોગમાં સ્વયંસંચાલિત IVR આ પ્રકારનો પ્રથમ છે.