ગુજરાતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નેતૃત્વમાં અદાણી ગ્રુપ નિરંતર નવી ઉચાઇઓ હાંસલ કરી રહ્યું છે. અદાણી ગ્રુપ હવે ભારતનું ત્રીજું એવું વેપારી સમૂહ બની ગયુ છે જેનું શેર બજારમાં માર્કેટ કેપ 100 અબજ ડાલરની પાર પહોંચી ગયુ છે. મંગળવારે અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં જબરજસ્ત તેજી નજર આવી. જેના કારણે બીએસઇ પર અદાણી ગ્રુપની કંપનીઓનું કુલ માર્કેટ કેપ લગભગ 106 અબજ ડોલરથી પણ વધી ગયુ. આમ ભારતમાં અદાણી ગ્રુપ હવે માત્ર ટાટા ગ્રુપ અને રિલાયન્સ ગ્રુપથી જ પાછળ છે.
મંગળવારે વેપારના અંતમાં અદાણી એન્ટરપ્રાઇઝ 7.67 ટકાની તેજી સાથે 1225.55 રૂપિયા પર પહોંચી ગયો. આ સાથે જ તેનું માર્કેટ કેપ 1,34,787.22 કરોડ રૂપિયા પર પહોંચી ગયું. આ પ્રકારે જ અદાણી ટોટલ ગેસના શેર લગભગ 3.44 ટકાના ઉછાળા સાથે 1204.35 રૂપિયા પર પહોંચી ગયા. અદાણી ગેસનું માર્કેટ કેપ વધીને 1,32,455.63 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયુ છે.
અદાણી સમૂહની વધુ એક કંપની અદાણી ટ્રાંસમિશન 1.25 ટકાની તેજી સાથે 1109.90 રૂપિયા અને અદાણી પોટ્સ 12.84 ટકાની તેજી સાથે 837.45 રૂપિયા પર પહોંચી ગયો છે. અદાણી પોટ્સર્ંનું માર્કેટ કેપ વધીને 1,70,149.05 કરોડ રૂપિયા પર પહોંચી ગયુ છે. આ પ્રકારે અદાણી ટાંસમિશનનું માર્કેટ કેપ વધીને 1,22,067.92 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયુ. આ સિવાય અદાણી પાવર લગભગ 4.96 ટકાની તેજી સાતે 98.40 રૂપિયા અને અદાણી ગ્રીન એનર્જી 2.22 ટકાની તેજી સાથે 1194.55 રૂપિયા પર પહોંચી ગયો છે. અદાણી ગ્રીન એનર્જીનું માર્કેટ કેપ 1,86,829.33 કરોડ રૂપિયા અને અદાણી પાવરનું માર્કેટ કેપ 37,952.28 કરોડ રૂપિયા પર પહોંચી ગયુ છે. આ પ્રકારે અદાણી સમૂહની તમામ છ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ લગભગ 7,84,239 કરોડ રૂપિયા એટલે લગભગ 106.75 અબજ ડોલરથી વધારે થઇ ગયુ છે.