Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરશહેરમાં જાહેરમાં ગંદકી કરતાં 1559 આસામીઓ વિરૂધ્ધ જામ્યુકો દ્વારા કાર્યવાહી

શહેરમાં જાહેરમાં ગંદકી કરતાં 1559 આસામીઓ વિરૂધ્ધ જામ્યુકો દ્વારા કાર્યવાહી

45 દિવસમાં કુલ રૂા. 1,88,950નો દંડ વસુલાયો : આગામી સમયમાં પણ ચેકિંગ ઝુંબેશ વધુ સઘન બનાવાશે

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગંદકી ફેલાવતાં 1559 આસામીઓ પાસેથી કુલ રૂા. 1,88,950નો દંડ વસુલવામાં આવ્યો હતો અને વેપારીઓને ધંધાના સ્થળ આસપાસ સાફસફાઇ રાખવા પણ સૂચના આપવામાં આવી હતી.

- Advertisement -

જામનગર શહેરમાં વિવિધ વેપારીઓને સાફસફાઇ રાખવા સહિતની બાબતે જામ્યુકો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જાહેરમાં ગંદકી કરતાં આસામીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત તા 1/11/2023 થી તા. 12/12/2023 સુધીમાં જાહેરમાં કરવામાં આવતું ન્યુસન્સ ઘટાડવાના ભાગ રૂપે શહેરમાં તમામ વિસ્તારમાં જાહેર માં ધંધો/રોજગાર/ વ્યવસાય કરતા આસામીઓ/વેપારીઓને પોતાના ધંધાના સ્થળ આસપાસ સફાઈ રાખવા, ડસ્ટબીન રાખવા, સૂકો અને ભીનો કચરો અલગ રાખવા માટે તથા જ્યારે ડોર ટુ ડોર કલેક્શન વાહન આવે ત્યારે તે વાહનમાં જ કચરો આપવા માટે જરૂરી સૂચનો/માહિતગાર કરવામાં આવ્યા હતા ત્યારે બાદ શહેરના તમામ વિસ્તારો માં જાહેર માં ન્યુસન્સ/ગંદકી કરતા કુલ 1559 આસમીઓ પાસેથી જાહેરમાં ન્યુસન્સ કરવા બદલ વહીવટી ચાર્જ રૂા. 1,88,950નો દંડ વસુલ લેવામાં આવેલ. આ કામગીરી દરમિયાન ઘણા ધંધાર્થી/આસમીઓ સાથે દંડ નહીં ભરવા માટે ઘર્ષણો થવા પામે છે. આમ છતાં આગામી સમયમાં આ ઝુબેંશ વધુ સઘન બનાવી દંડનાત્મક કાર્યવાહી ઉપરાંત ડીફોલ્ડરોની મિલ્કતો સીઝ કરી, ફોજદારી રાહે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેની દરેક વેપારીઓ/વિક્રેતાઓ/ધંધાર્થીઓ/દુકાન ધારકોને કમિશ્નર જામનગર મહાનગરપાલિકા ધ્વારા તાકીદ કરવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular