દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં દેસુર દેવશી રામડા નામના એક કાર ચાલકે પોતાની કારના કાચમાં કાળા કલરની ફિલ્મ લગાવતા તથા દ્વારકામાં ખંભાળિયાના રહીશ બાબુ ઉર્ફે સામત આલા સરઠીયા સામે પણ બ્લેક ફિલ્મ લગાવવાના ગુનામાં તથા ભાણવડમાં રિયાઝ અલાઉદ્દીન ડોસાણી સામે, મીઠાપુરમાં સત્યાભા કાયાંભા નારણ અને ઓઘડભા રણમલ કેર નામના ત્રણ આસામીઓએ પરપ્રાંતિયોને મકાન ભાડે આપી અને પોલીસને જાણ ન કરતા તેની સામે કલમ 188 મુજબ કાર્યવાહી કરાઈ હતી. આ ઉપરાંત ખંભાળિયા શહેરમાં નિયત સમયે પ્રવેશ બંધી હોવા છતાં નગર ગેઈટ વિસ્તારમાં ટ્રક લઈને આવેલા પરબત પાલા સામતાણી સામે પોલીસે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી.