Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારદ્વારકામાં નિયમોનું ઉલ્લંઘન કરતા ચાર માછીમારો સામે કાર્યવાહી

દ્વારકામાં નિયમોનું ઉલ્લંઘન કરતા ચાર માછીમારો સામે કાર્યવાહી

- Advertisement -

ગુજરાત રાજ્યમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો સૌથી છેવાડાનો જિલ્લો છે અને અગાઉ દાણચોરી તેમજ હેરાફેરી માટે આ વિસ્તાર કુખ્યાત બની રહ્યો હતો. દેવભૂમિ દ્વારકા સાથે સમગ્ર દેશની સુરક્ષાને વધુ સુદ્રઢ બની રહે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ નિતેશ પાંડેય દ્વારા દરિયાઈ પેટ્રોલિંગ પર ભાર આપવામાં આવ્યો છે.

- Advertisement -

જે ગઈકાલે શુક્રવારે અંતર્ગત ‘બોટ ચેકિંગ કોમ્બિંગ’નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ 183 બોટ બોટ ચેક કરવામાં આવી છે. ગઈકાલે શુક્રવારે ખંભાળિયા તાલુકાના સલાયા વિસ્તારમાં આવેલા શફી ઢોરો ખાતે સદામ હુસેન સુંભણીયા (ઉ.વ. 22, રહે. બારલો વાસ) નામના માછીમાર શખ્સ દ્વારા અલ ફૈઝે વીરા નામની ફિશીંગ બોટમાં ત્રણ વ્યક્તિઓના ટોકન મેળવીને ચાર વ્યક્તિઓ જતા અને એક વ્યક્તિ ટોકન વગર માછીમારી કરતાં આ અંગે સલાયા મરીન પોલીસ મથકમાં સદામ હુસેન સામે ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદા અધિનિયમ મુજબ ગુનો નોંધાયો છે.

અન્ય કાર્યવાહીમાં દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં આવેલા લેન્ડિંગ પોઇન્ટ ખાતેથી આમદ ગફુર ભેસલીયા (ઉ.વ. 35) અને અબ્દુલ હુસેન ઈસબાની (ઉ.વ. 45) નામના બે શખ્સોને ટોકન લીધા વગર માછીમારી કરતાં પોલીસે ઝડપી લીધા હતા. ઓખાના પોશીત્રા ગામ ખાતેથી ઉમર અજીજ સોઢા (ઉ.વ. 38, રહે. બર્માસલ ક્વાર્ટર)ને જુના ટોકન મુજબ માછીમારી કરતાં પોલીસે ઝડપી લઇ તેની સામે ગુનો નોંધ્યો હતો.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયામાં માછીમારી કરતા માછીમારો તથા બોટ સંચાલકો ફિશરીઝ વિભાગના નિયમનું પાલન કરે તેવી અપીલ સાથે જો કોઈ વ્યક્તિને કોઈ પણ અજાણી બોટ અથવા આ અંગે શંકાસ્પદ હિલચાલ જણાય તો સ્થાનિક પોલીસનો સંપર્ક સાધવા પોલીસ અધિક્ષક દ્વારા અપીલ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular