Wednesday, December 25, 2024
Homeરાજ્યહાલારદ્વારકામાં પીધેલા વાહનચાલકો સામે કાર્યવાહી

દ્વારકામાં પીધેલા વાહનચાલકો સામે કાર્યવાહી

જુદા જુદા વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ : હથિયારો સાથે ચાર શખ્સો ઝડપાયા

- Advertisement -

ખંભાળિયામાં જુના કુંભારવાડા વિસ્તારમાં રહેતા ભાવેશગીરી બળવંતગીરી ગોસ્વામી નામના 43 વર્ષના શખ્સને પોલીસે રાત્રિના આશરે પોણા વાગ્યાના સમયે અહીંના નગર ગેઈટ વિસ્તારમાંથી રૂા. 10,000 ની કિંમતના એક્સેસ મોટરસાયકલ પર કેફી પીણું પીધેલી હાલતમાં જતા ઝડપી લીધો હતો. આ શખ્સની તપાસમાં તેની પાસેથી છરી મળી આવતા પોલીસે તેની સામે વધુ એક ગુનો નોંધ્યો હતો.

- Advertisement -

કલ્યાણપુર નજીક આવેલી લીંબડી ગામની ચેકપોસ્ટ પાસેથી કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા છ લાખની કિંમતના બોલેરો પીકઅપ વાન લઈને નીકળેલા સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે રહેતા લગધીર જીલુભા ખાચર નામના શખ્સને પોલીસે ઝડપી લઈ, તેની સામે કલમ 185 હેઠળ કાર્યવાહી કરી હતી.

ખંભાળિયા નજીકના ધરમપુર ટોલનાકા પાસેથી અહીંના કંચનપુર વિસ્તારમાં રહેતા કાસમ હાજી કચ્છી નામના 49 વર્ષના સુમરા શખ્સને કારમાં ધોકો લઈને નીકળતા તેની સામે જી.પી. એક્ટની કલમ 135 (1) મુજબ પોલીસ કાર્યવાહી કરાઈ હતી.

- Advertisement -

દ્વારકાના રૂપેણ બંદર ખાતેથી ઈબ્રાહીમ ભીખુ ભીખલાણી અને નરસંગ ટેકરી વિસ્તારમાંથી દેવિયા લખમણ કારીયા નામના બે શખ્સોને પોલીસે છરી સાથે નીકળતા ઝડપી લીધા હતા.

ખંભાળિયા તાલુકાના સલાયા ગામની મેઈન બજારમાંથી પોલીસે ડી.વી. નગર ખાતે રહેતા પંકજ ઈશ્વર ગોદડીયા (ઉ.વ. 35) તેમજ ખંભાળિયાના હાપીવાડી ખાતે રહેતા મનોજ કેસુનાથ ચૌહાણ (ઉ.વ. 25) ને તુલસી પાર્ક ખાતેથી મોડી રાત્રીના સમયે પોલીસે ઝડપી લઇ, આ બંને શખ્સો સામે કલમ 122 (સી) હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular