Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકો દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અંતર્ગત 17 ધંધાર્થીઓ વિરૂધ્ધ કાર્યવાહી

જામ્યુકો દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અંતર્ગત 17 ધંધાર્થીઓ વિરૂધ્ધ કાર્યવાહી

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત તા. 5ના રોજ પર્યાવરણ માટે સૌથી વધુ નુકશાનકારક એવા પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અંગેના કેન્દ્ર સરકારના જાહેરનામા અનુસંધાને હાલે 1ર0 માઈક્રોન સુધીના તમામ પ્લાસ્ટિક ઝબલા સહિતની વસ્તુઓનો ઉપયોગ બંધ કરવાનો રહેતો હોય, આ જાહેરનામાની અમલવારી ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા 1ર0 માઈક્રોન સુધીના તમામ પ્લાસ્ટિક ઝબલા સહિતની વસ્તુઓનો ઉપયોગ બંધ કરવા ચાર ટીમો મારફત કડક ઝુબેંશ હાથ ધરવામાં આવેલ. જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોના કુલ- 17 ધંધાર્થી /વેપારીઓ પાસેથી 13 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જથ્થો જપ્ત કરવામાં આપ્યો તેમજ રૂા. 8500નો દંડ વસુલ કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular