Friday, September 20, 2024
Homeરાજ્યજામનગરપાટણના બે ગુનામાં નાસતો-ફરતો આરોપી અમદાવાદમાંથી ઝબ્બે

પાટણના બે ગુનામાં નાસતો-ફરતો આરોપી અમદાવાદમાંથી ઝબ્બે

પેરોલ ફર્લો સ્ક્વોડે દબોચ્યો: પાટણ પોલીસને સોંપવા કાર્યવાહી

- Advertisement -

અમદાવાદમાંથી પાટણના ધાડ તથા ઘરફોડચોરીના બે ગુનામાં નાસતા-ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી લઇ પાટણ પોલીસને સોંપવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગત મુજબ પાટણ શહેરમાં ધાડ તથા ઘરફોડચોરીના  જુદા-જુદા બે ગુનામાં નાસતો ફરતો સુક્રમ ઉર્ફે સુખરામ નરસિંહ પરમાર (હાલ ઓર્ચીડ બ્લુ સાઈટ ઉલારીયા ગામ અમદાવાદ મુળ રહે.કાલીયાવડ ગામ પટેલ ફળિયુ તા.લીમખેડા જી.દાહોદ) નામનો નાસતો ફરતો આરોપી અમદાવાદમાં હોવાની હે.કો. કાસમ બ્લોચ, ભરતભાઈ ડાંગર તથા ગજેન્દ્રસિંહ જાડેજા ને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા દિપેન ભદ્રનની સૂચનાથી પેરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઈ એ.એસ. ગરચર, હેકો ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બ્લોચ, મેહુલભાઈ ગઢવી, નિર્મળસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર, રાજેશભાઈ સુવા, ગીરીરાજસિંહ જાડેજા તથા પો.કો. ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ તથા મહિપાલ સાદિયા અને અરવિંદગીરી સહિતના સ્ટાફે સુખરામ ને દબોચી લઇ પાટણ પોલીસને સોંપવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular