Wednesday, March 11, 2026
Homeરાજ્યજામનગરસાત વર્ષથી વિશ્વાસઘાતના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝબ્બે

સાત વર્ષથી વિશ્વાસઘાતના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝબ્બે

જામનગર અને રાજકોટના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં વિશ્વાસઘાતના બે ગુનામાં નાસતો ફરતો આરોપી એસઓજીની ટીમએ નવાગામની સીમમાંથી ઝડપી લઇ મેઘપર પોલીસને સોંપી આપવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેેની વિગત મુજબ જામનગર જિલ્લાના મેઘપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2025માં નોંધાયેલા વિશ્વાસઘાતના તથા રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં નોંધાયેલા ગુનામાં છેલ્લા ઘણાં સમયથી નાસતા ફરતા આરોપી રમેશ હકુ ભુંડિયા (રહે. રણુંજા, પીયાવા, હરિપર, તા. ધ્રોલ) નામના શખ્સ સંદર્ભે એસઓજીના જયેશભાઇ પઢેરિયા, વિજયભાઇ કારેણા અને ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવને મળેલી બાતમીના આધારે પીઆઇ બી. એન. ચૌધરી, પીએસઆઇ એલ. એમ. ઝેર, એ.વી. ખેર તથા સ્ટાફએ છેલ્લા સાતેક માસથી નાસતા ફરતા રમેશને નવાગામના સીમ વિસ્તારમાં આવેલા મેલડી માતાજીના મંદિર પાસેથી ઝડપી લઇ મેઘપર પોલીસને સોંપવા તજવીજ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular