ફરીયાદી મનીષાબેન પોપટલાલ જાદવ દ્વારા તેઓએ આરોપીના માતા સાથે મિત્રતા હોવાના કારણે આરોપી ગીરીરાજસિહ દિલુભા પરમારને રૂા. 2,00,000 તા. 08/06/2018 ના રોજ આરોપીના માતા તથા ફરીયાદીના પતિની હાજરીમા 5 માસ માટે હાથ ઉછીના આપ્યા હતા. જે રકમની પરત ચુકવણી માટે આરોપીએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના ખાતાના બે ચેક ફરીયાદીના નામ જોગના આપ્યા હતા. જે બન્ને ચેકો તા. 30/04/2019 ના રોજ અપુરતા ભંડોળના કારણે પરત કરતા ફરીયાદી એ આ અંગે આરોપી ને લિગલ નોટીસ પાઠવી હતી. તેમ છતા આરોપીએ પૈસા ની ચુકવણી નહિ કરતા ફરીયાદી દ્વારા કોર્ટ મા ધી નેગોશિયેબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ ની ફરીયાદ દાખલ કરી હતી જે ફરીયાદ ચાલી જતા ફરીયાદીના વકીલની દલીલો ધ્યાને એડી.ચિફ જ્યુડિશિયલ મેજી. એ.એડી.રાવ દ્વારા આરોપીને તકશીરવાન ઠરાવી આરોપી ગીરીરાજસિહ દિલુભા પરમારને 1 વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે તથા રૂ.2,00,000 ના દંડનો હુકમ કરી દંડની રકમ ફરિયાદીને વળતર તરીકે ચૂકવવી તથા દંડની રકમ ભરવામાં કસુર કરે તો વધુ 3 માસની સાદી કેની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ તરીકે ચંદ્રેશ એન. મોતા તથા મૈત્રી એમ. ભૂત રોકાયેલ હતા.


