Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરદિગ્જામ સર્કલ પાસે રેડીમેઇડ કપડાની દુકાનમાંથી થયેલી ચોરીનો આરોપી ઝડપાયો

દિગ્જામ સર્કલ પાસે રેડીમેઇડ કપડાની દુકાનમાંથી થયેલી ચોરીનો આરોપી ઝડપાયો

કપડા તથા રોકડ સહિત કુલ રૂા.39,500 નો મુદ્દામાલ કબ્જે : અન્ય એક આરોપીની શોધખોળ

- Advertisement -

જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ પાસે રેડીમેઈડ કપડાની દુકાનમાં થયેલ ચોરીના કેસમાં જામનગર એલસીબી પોલીસે રૂા.39500 ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ પાસે આવેલ રેડીમેડ કપડાંની દુકાનમાં ચોરી અંગેની સીટી સી ડીવીઝનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ કેસનો આરોપી અંગે એલસીબીના પો.કો. કિશોરભાઈ પરમાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા હેકો ક્રિપાલસિંહ જાડેજા અને ધાનાભાઈ મોરીને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એલસીબીના પીઆઇ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંઈહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા સહિતના સ્ટાફ દ્વારા બાતમીવાળા સ્થળેથી વિક્રમ કારા કોળી નામના શખ્સને ઝડપી લઇ તેમની પાસેથી કુલ રૂા.16,000 ની કિંમતના 11 નંગ રેડી મેઇડ કપડાની જોડી તથા 6 નંગ પેંટ, રૂા.23,500 ની રોકડ રકમ સહિત કુલ રૂા.39,500 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તેમજ અન્ય આરોપી કૈલાશ રણછોડ વઢીયારની શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular