Wednesday, December 25, 2024
Homeરાજ્યહાલારદ્વારકા નજીક પેટ્રોલ પંપ લૂંટનો અઢી દાયકાથી નાસતો- ફરતો આરોપી ઝડપાયો

દ્વારકા નજીક પેટ્રોલ પંપ લૂંટનો અઢી દાયકાથી નાસતો- ફરતો આરોપી ઝડપાયો

- Advertisement -

દ્વારકા વિસ્તારમાં આશરે અઢી દાયકા પૂર્વે પેટ્રોલ પંપમાં લૂંટ ચલાવી અને ફરાર થઈ ગયેલા મધ્યપ્રદેશ રાજ્યના રીઢા ગુનેગાર એવા આરોપીને જિલ્લા એલસીબી પોલીસે ખંભાળિયા પાસેથી દબોચી લીધો હતો.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની એલસીબી સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ દ્વારકા નજીકના ઓખા હાઈવે ઉપર આવેલા વરવાળા ગામ પાસેના પેટ્રોલ પંપમાં આજથી આશરે 24 વર્ષ પૂર્વે લૂંટ અંગેનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. જે અંગે મૂળ મધ્યપ્રદેશ રાજ્યના જાંબવા તાલુકાના નેગડિયા ગામે રહેતા રાલીયા ઉર્ફે રાજુ ગુલિયા આમલીયા નામના આદિવાસી શખ્સનું નામ ખુલવા પામ્યું હતું.

આ પ્રકરણ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ એલસીબી પી આઈ કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત એલસીબીના એ.એસ.આઈ. મશરીભાઈ ભારવાડીયા, હેડ કોન્સ્ટેબલ લાખાભાઈ પિંડારિયા તથા પરેશભાઈ સાંજવાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા નજીક દ્વારકા હાઈવે પર આવેલી ગંગા જમના હોટલ પાસેથી આરોપી એવા મૂળ એમપીના અને હાલ વડોદરા તાલુકામાં રહેતા રાલિયા ઉર્ફે રાજુ આમલીયા આદિવાસી (ઉ.વ. 49)ની અટકાયત કરી વધુ તપાસ અર્થે તેનો કબ્જો દ્વારકા પોલીસને સોંપવામાં આવ્યો છે.

- Advertisement -

છેલ્લા આશરે બે દાયકાથી વધુ સમય થયા નાસતા-ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે ગુજરાત સરકાર દ્વારા જુદા-જુદા 10 આરોપીઓને શોધી કાઢવા માટે આરોપી દીઠ રૂા. 10,000 નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પ્રકરણમાં ઉપરોક્ત આરોપી પણ ઇનામીદાર તરીકે જાહેર થયો હતો. આ આરોપીની પૂછપરછમાં તેના દ્વારા અગાઉ પેટ્રોલ પંપમાં લૂંટ, ઘરફોડ ચોરી જેવા ગંભીર પ્રકારના ગુનાઓ તેના દ્વારા આચરવામાં આવ્યા હોવાની કબુલાત પોલીસ સમક્ષ આપી હતી.

આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, એસ.વી, ગળચર, મસરીભાઈ ભારવાડીયા, લાખાભાઈ પિંડારિયા, ભરતભાઈ જમોડ, પરેશભાઈ સાંજવા, ગોવિંદભાઈ કરમુર, સચીનભાઈ નકુમ, અરજણભાઈ આંબલીયા, હસમુખભાઈ કટારા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular