કલ્યાણપુર પંથકમાં થોડા સમય પૂર્વે એક મોબાઈલ ચોરીનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. આ સંદર્ભે કલ્યાણપુરના પી.એસ.આઈ. યુ.બી. અખેડના માર્ગદર્શન હેઠળ ભાટીયા આઉટ પોસ્ટના પી.એસ.આઈ. કે.એમ. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં સાયબર ક્રાઇમની ટેકનિકલ મદદ સાથે ફોનના આઈ.એમ.ઈ.આઈ. નંબર ઉપરથી આ પ્રકરણમાં મૂળ વીરપર ગામના અને હાલ ભાટીયા ખાતે રહેતા કાર્તિક દેવાણંદભાઈ ચાવડા નામના 19 વર્ષના શખ્સને રૂ. 15,000 ની કિંમતના ચોરીના ઓપ્પો મોબાઈલ ફોન સાથે ઝડપી લઇ, ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.