Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારભાણવડ પંથકમાંથી મોબાઈલ ચોરીનો આરોપી ઝડપાયો

ભાણવડ પંથકમાંથી મોબાઈલ ચોરીનો આરોપી ઝડપાયો

ભાણવડ તાલુકાના રાણપર વિસ્તારમાંથી થોડા સમય પૂર્વે એક આસામીના મોબાઈલ ફોનની ચોરી થયાનો બનાવ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં સ્થાનિક પી.એસ.આઈ. એમ.આર. સવસેટા તથા એમ.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ તપાસનીસ અધિકારી ડી.જે. ઓડેદરા દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં સર્વેલન્સ સ્ટાફના મનહરસિંહ જાડેજા તથા મિલનભાઈ ભાંભણા દ્વારા આ મોબાઈલ ચોરીમાં સંડોવાયેલા રાણપર ગામના નટુ જેઠાભાઈ સાદીયા નામના 46 વર્ષના શખ્સને પોલીસે ઝડપીને રૂપિયા 12,500 નો મોબાઈલ ફોન કબજે કરી, આગળની કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular