જામનગર શહેરના સિટી બી ડીવીઝન પોલીસ વિસ્તારમાં પ્રોહિબીશનના છ ગુનામાં નાસતા ફરતા શખ્સને એલસીબીની ટીમે સમર્પણ સર્કલ પાસેથી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ઈંગ્લીશ દારૂના જુદા જુદા છ ગુનાઓમાં નાસતા ફરતા આરોપી અંગેની એલસીબીના અજયસિંહ ઝાલા, શરદ પરમાર અને નાનજીભાઈ પટેલને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સુચનાથી પીઆઈ એસ.એસ.નિનામા તથા સ્ટાફે રેઈડ દરમિયાન સમર્પણ સર્કલ નજીકથી કુલદીપસિંહ ઉર્ફે લાલિયો ઢીંગલી નટુભા પરમાર નામના શખ્સને ઝડપી લઇ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઈંગ્લીશ દારૂના છ ગુનામાં નાસતો-ફરતો આરોપી ઝબ્બે
એલસીબીની ટીમે સમર્પણ સર્કલ પાસેથી દબોચ્યો