મીઠાપુર પોલીસ સ્ટેશનના ચોરીના બે કેસનો આરોપી ખેરાજભા મિયાભા માણેકને 23,000 રૂપિયા રોકડા તથા મોબાઇલ ફોન કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
દેવભુમી દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક સુનીલ જોષી તેમજ નાયબ પો.અધિ. હીતેન્દ્ર ચૌધરી ખંભાળીયા વિભાગ, મીઠાપુર પો.ઇન્સ. જે.કે.ડાંગરની સુચના મુજબ દેવભુમી દ્વારકા જીલ્લામાં ચોરીના ગુન્હાઓ અટકાવવા તથા ગુન્હાઓ ડીટેક કરવા સુચના અન્વયે મીઠાપુર પો.સ્ટે. સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ. ખીમાણંદભાઇ પબાભાઇ આંબલીયા તથા પો.કોન્સ જયપાલસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા તથા વિજયભાઇ ભીમાભાઇ વારોતરીયા પો.સ્ટે.વિસ્તારમા પેટ્રોલીંગ હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફને બાતમી મળેલ કે મીઠાપુર પો.સ્ટે.માં નોંધાયેલ ગુન્હાના કામે ચોરીમાં ગયેલ રોકડા રૂપીયા તથા મોબાઇલ આ કામના ઇસમ પાસે હોય અને આ ઇસમ ગોરીયારી થી ગઢેચી તરફ આવતો હોવાની બાતમી મળતા સ્ટાફ સાથે ગઢેચી ગામ આ અંગેની વોંચમાં રહી આ કામના આરોપી ખેરાજભા મીયાભા માણેક(રહે-મેવાસા ગામ તા-દ્વારકાવાળા)ને પકડી પાડી રોકડા રૂ-23,000 તથા લેનોવો કંપનીનો સીલ્વર કલરનો મોબાઇલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.