જામનગર જિલ્લાના લાલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં નાસતા-ફરતાં આરોપીને એસઓજીની ટીમે સમર્પણ સર્કલ પાસેથી દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ લાલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં થોડા સમયથી નાસતા-ફરતાં આરોપી અંગે વિરેન્દ્રસિંહ જાડેજા, ચંદ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ બી.એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.ડી. પરમાર અને આર.એસ. બાર તથા ટીમ દ્વારા જામનગર શહેરમાં સમર્પણ સર્કલ પાસેથી અપહરણના ગુનામાં નાસતા-ફરતા હિંમત ઉર્ફે મુન્નો કેશવ સિંધવ નામના સિક્કા ગામના શખ્સને દબોચી લઇ વધુ પૂછપરછ આરંભી હતી.