Monday, January 6, 2025
Homeરાજ્યજામનગરધાડ વીથ મર્ડરના કેસમાં સાત વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

ધાડ વીથ મર્ડરના કેસમાં સાત વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

- Advertisement -

દાહોદ જિલ્લાના ધાડ વીથ મર્ડરના કેસમાં સાત વર્ષથી ફરાર આરોપીને જામનગર એલસીબીએ ખીમરાણા ગામના પાટિયા પાસેથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ દાહોદ જિલ્લામાં દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ધાડ વીથ ખૂનના કેસના આરોપી રમણ ઉર્ફે ઘુલેરામ ધનાભાઇ બારિયા નામનો શખ્સ છેલ્લા સાત વર્ષથી ફરાર હોય આ દરમ્યાન એલસીબીના સંજયસિંહ વાળા, દોલતસિંહ જાડેજા તથા યોગીરાજસિંહ રાણાને આરોપી ખીમરાણાના પાટિયા પાસે હોવાની મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એલસીબીના પીઆઇ જે.વી.ચૌધરી, પીએસઆઈ આર.એ.કરમટા, એસ.પી. ગોહિલ તથા સ્ટાફના એએસઆઈ માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ તથા પોલીસ હેકો નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા તથા પોકો ફીરોજભાઈ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, રાકેશભાઈ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, દયારામ ત્રિવેદી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફ દ્વારા રેઇડ દરમ્યાન ખીમરાણા ગામના પાટિયા પાસેથી રમણ ઉર્ફે ઘુલેરામ ધનાભાઇ બારિયા નામના શખ્સને ઝડપી લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular