જામજોધપુર પોલીસ સ્ટેશનના અપહરણના કેસમાં છેલ્લાં ચાર વર્ષથી ફરાર આરોપીને જામનગર એલસઓજીએ મોડપર ગામના પાટીયા પાસેથી ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુર પોલીસ સ્ટેશનમાં અપહરણનો કેસ નોંધાયો હતો. જેમાં આરોપી વિજય શંકર ઉર્ફે શકરો ઉર્ફે શકુ ઉર્ફે સબુડો ભાભોર છેલ્લાં ચાર વર્ષથી ફરાર હોય, હાલમાં જામનગર-રાજકોટ હાઈવે રોડ પર મોડપર ગામના પાટીયા પાસે બેઠો હોવાની એસઓજીના અરજણભાઈ કોડીયાતર, રમેશભાઈ ચાવડા તથા રાયદેભાઈ ગાગીયાને બાતમી મળી હતી. જેના આધારે બાતમીવાળી જગ્યાએથી રેેઇડ દરમિયાન એસઓજી પોલીસે આરોપી વિજય શંકર ઉર્ફે શકરો ઉર્ફે શકુ ઉર્ફે સબુડો ભાભોર નામના શખ્સને ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે ધ્રોલ પોલીસને સોંપી જામજોધપુર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.