આજે દેશભરના કોંગ્રેસ સિવાયના વિપક્ષોને 2024ની ચૂંટણી પહેલાં એક કરવા માટે અને પોતાની રાજકીય મહત્વાકાંક્ષા સંતોષવા પિઢ ખેલાડી શરદ પવારે બિનકોંગ્રેસી તમામ વિપક્ષની બેઠક બોલાવી છે. આ બેઠક પહેલાં રણનીતિકાર પ્રશાંત કિશોર સાથે પવારની બે બેઠક યોજાઇ ગઇ છે. જેના કારણે એક તરફ એમ માનવામાં આવી રહ્યું છે કે, 2024ની ચુંટણીમાં મોદીને ટકકર આપવા માટે વિપક્ષો નવી રણનીતિની તલાશમાં છે. આ મહત્વની બેઠક પૂર્વે જ પ્રશાંત કિશોરે ધડાકો કર્યો છે. પ્રશાંતના મતે, ત્રીજો મોરચો બને કે ચોથો મોરચો, મોદીને ટકકર આપી શકય નથી.
પ્રશાંત કિશોરે કહ્યું કે તેમને નથી લાગતું કે ત્રીજો કે ચોથો મોરચો ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ને સ્પર્ધા આપી શકે. તેમણે 2024 ની લોકસભાની ચૂંટણી માટે વિપક્ષના મોરચામાંની તેમની ભૂમિકાને પણ નકારી છે.
ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર 15 દિવસની અંદર બે વાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના પ્રમુખ શરદ પવારને મળતા ત્રીજો મોરચો બનાવશે તેવી અટકળો ચાલુ છે. દરમિયાન, પ્રશાંત કિશોરે કહ્યું કે તેમને નથી લાગતું કે ત્રીજો કે ચોથો મોરચો ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને સ્પર્ધા આપી શકે. તેમણે 2024ની લોકસભાની ચૂંટણી માટે વિપક્ષના મોરચામાંની તેમની ભૂમિકાને પણ નકારી છે.
વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે કહ્યું કે હાલની રાજકીય પરિસ્થિતિમાં ત્રીજા મોરચાની કોઈ ભૂમિકા નથી. પ્રશાંત કિશોરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે શરદ પવાર સાથેની તેમની મુલાકાતને ત્રીજા મોરચાની એકતા તરીકે જોવામાં આવી રહી છે.
પ્રશાંત કિશોર અને એનસીપીના પ્રમુખ શરદ પવાર સોમવારે મળ્યા હતા. આ અગાઉ બંનેની 11 મી જૂને પવારના મુંબઇ ઘરે બેઠક થઈ હતી. સોમવારની બેઠક બાદ ટૂંક સમયમાં પવારે મંગળવારે સાંજે 4 વાગ્યે રાષ્ટ્રમંચની બેઠક જાહેર કરી હતી. રાષ્ટ્રમંચ એ એક સંગઠન છે જેની રચના યશવંત સિંહા દ્વારા 30 જાન્યુઆરી 2018 ના રોજ મોદી સરકાર વિરુદ્ધ કરવામાં આવી હતી.
કોરોના રોગચાળા પછી, મંગળવારે પહેલીવાર, વિરોધી પક્ષોના નેતાઓ વિડિઓ કોન્ફરન્સિંગને બદલે એક જગ્યાએ એકઠા થશે. રાષ્ટ્રમંચના બેનર હેઠળ યોજાનારી બેઠકમાં 15 પક્ષોના નેતાઓ ભાગ લઈ શકશે. રાષ્ટ્ર મંચની બેઠકમાં એનસીપીના પ્રમુખ શરદ પવાર પહેલીવાર ભાગ લેશે. હાલમાં, આ મંચ કોઈ રાજકીય મોરચો નથી, પરંતુ તે ત્રીજો મોરચો બને તેવી સંભાવના ભવિષ્યમાં નકારી શકાય નહીં.
પ્રશાંત કિશોરના મતે, વિપક્ષોની બેઠક શંભુમેળાથી વિશેષ નથી
આજે પાવર દેખાડવા પવારે વિપક્ષોની બેઠક બોલાવી છે ત્યારે જ પ્રશાંતનો ધડાકો