Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયપુણે નજીક ભીષણ અકસ્માત, 8નાં મોત

પુણે નજીક ભીષણ અકસ્માત, 8નાં મોત

પીકઅપ વાહન અને ઓટો રિક્ષા વચ્ચે ભયાનક ટકકર

મહારાષ્ટ્રના પુણેમાં એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. એક પીકઅપ વાહન અને ઓટો રિક્ષા વચ્ચે ભયંકર ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં કુલ 8 લોકોના મોત થયા છે. મળેલા અહેવાલો મુજબ પુણે જિલ્લામાં એક ઝડપી પીકઅપ વાહને ઓટો રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો દર્દનાક હતો કે 8 લોકોના મોત થયા હતા.

- Advertisement -

પોલીસે આજે ઘટનાની જાણકારી આપતા કહ્યું કે અકસ્માત પુણેથી 150 કિલોમીટર દૂર સ્થિત કલ્યાણ-અહમદનગર રોડ પર થયો હતો. પોલીસના જણાવ્યા મુજબ આ અકસ્માત ગઈકાલે રાત્રે 11:30 વાગ્યાની આસપાસ થયો હતો.

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ પીકઅપ વાહન અહમદનગરથી કલ્યાણ તરફ જઈ રહ્યું હતું. ત્યારબાદ પિંપલગાંવ જોગામાં પેટ્રોલ પંપ પાસે તેની ઓટો રિક્ષા સાથે ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં ઓટો રિક્ષા અને પીકઅપ વાહનના ડ્રાઈવર સહિત 8 લોકોના મોત થયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular