Thursday, December 26, 2024
Homeરાજ્યમીઠાપુરમાં બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત

મીઠાપુરમાં બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત

- Advertisement -

મીઠાપુરના સુરજકરાડી વિસ્તારમાં પૂરઝડપે બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જીજે- 10-બીએચ-7531 નંબરના પલ્સર મોટરસાયકલ ચાલક અને આંબેડકર સોસાયટીમાં રહેતા અરશીભાઈ સાગઠીયા નામના એક આસામીના પુત્રએ આ માર્ગ પર જઈ રહેલા અન્ય એક સ્પ્લેન્ડર મોટરસાયકલ જીજે-10-એઆર- 0128 સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.

- Advertisement -

આ અકસ્માતમાં સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર 0128 માં જઈ રહેલા નાગાજણભાઇ ટપુભાઈ વાઘેલા (ઉ.વ. 35, રહે. સુરજકરાડી) તથા સ્પ્લેન્ડર ચાલકને ગંભીર ઈજાઓ થતાં વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. અકસ્માત સર્જી આરોપી પલ્સર મોટરસાયકલ ચાલક નાસી ગયો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

ગત્તા. 23 જાન્યુઆરીના રોજ બનેલા આ બનાવ અંગે મીઠાપુર પોલીસે પલ્સર બાઈક ચાલક સામે આઈપીસી કલમ 279, 337, 338 તથા એમ.વી. એકટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular