ખંભાળિયા શહેરમાં બે બાઇક ચાલકો સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે વિદ્યાર્થીઓ તથા એક વ્યકિતને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

ખંભાળિયા નગરપાલિકાના પ્રવેશદ્વાર નજીક શુક્રવારે સાંજના સમયે બે બાઇક ચાલકો સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર બે વિદ્યાર્થીઓને ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે એક વ્યકિતને સામાન્ય ઇજા પહોંચી હતી. આ અકસ્માતને પગલે માર્ગ પર લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં. અને ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી ગઇ વધુ તપાસ હાથ ધરી હતી.
View this post on Instagram


