Thursday, January 2, 2025
Homeરાષ્ટ્રીયટેન્કર અને બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત, બસમાં આગ ફાટી નીકળતા યાત્રિકો જીવતા...

ટેન્કર અને બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત, બસમાં આગ ફાટી નીકળતા યાત્રિકો જીવતા ભુંજાયા

- Advertisement -

- Advertisement -

રાજસ્થાનના બાડમેર-જોધપુર હાઈવે પર એક ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં રોન્ગ સાઈડમાં આવી રહેલ ટેન્કરે બસને ઠોકર મારતા બસમાં આગ ભભૂકી ઉઠી હતી અને બસ સવાર 25 જેટલા લોકો પૈકી 5 લોકોના સળગી જવાના લીધે મોત થયા હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

સવારના 10 વાગ્યાના સમય આસપાસ બસ બાલોતરાથી રવાના થઇ હતી તે દરમિયાન બાડમેર – જોધપુર હાઈવે પાસે રોન્ગ સાઈડમાં આવી રહેલા ટેન્કરે બસને ટક્કર મારતા બસમાં અચાનક આગ લાગી હતી. આગની ઝપેટમાં આવતા 5 લોકોના મૃત્યુ થયા છે. તો 10 જેટલા લોકોને સુરક્ષિત રીતે બસની બહાર કાઢવામાં આવ્યા છે. બસમાં 25 મુસાફરો સવાર હતા. આ અકસ્માતને લઈને હાઈવે પર પણ મોટા પ્રમાણમાં ટ્રાફીક જામ થઈ ગયો હતો. 

- Advertisement -

માહિતી મળતાં જ પચપાદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી છે અને  સ્થળ પર રેસ્ક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઉપરાંત જે પણ લોકોના આ અકસ્માતમાં મોત થયા છે તેમના મૃતદેહોને બાહર કાઢવામાં આવી રહ્યા છે. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular