અકસ્માતના બનાવની વિગત મુજબ, ઓખાના આર.કે. બંદર વિસ્તારમાંથી જી.જે. 18 ઝેડ 4515 નંબરની ઓખા માધુપુર રૂટની એસ.ટી.ની બસ લઈને જઈ રહેલા મૂળ પોરબંદર તાલુકાના છાયા ગામે રહેતા સુરેન્દ્રસિંહ બાલુભા જેઠવા (ઉ.વ. 56) ની બસ સાથે આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 ટી. 3966 નંબરના આઈશર ટ્રકના ચાલકે બસમાં ડ્રાઈવર સાઈડમાં અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે ડ્રાઈવર સાઈડની કેબિનમાં તેમજ કાચમાં મળી આશરે રૂપિયા 50,000 જેટલી નુકસાની થવા પામી હતી. જોકે સદનસીબે બસમાં જઈ રહેલા કોઈપણ મુસાફરોને ઈજાઓ થઈ ન હતી.
આ સમગ્ર બનાવ અંગે ઓખા મરીન પોલીસે એસ.ટી. બસના ચાલક સુરેન્દ્રસિંહ જેઠવાની ફરિયાદ પરથી આઈસર ટ્રકના ચાલક ઘુઘાભા ગજુભા હાથલ (રહે. ઓખા) સામે આઈ.પી.સી. કલમ 279, 427 તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.