કલ્યાણપુર તાલુકાના સુર્યાવદર ગામના વાડી વિસ્તારમાં રહેતા નિલેશભાઈ રામભાઈ વારોતરીયા નામના 28 વર્ષના આહીર યુવાન તેમના જી.જે. 10 એ.આર. 9580 નંબરના સ્પ્લેન્ડર મોટર સાયકલ પર જઈ રહ્યા હતા, ત્યારે રાજપરા ગામથી સુર્યાવદર તરફ જતા રસ્તે ગફલતભરી રીતે આવી રહેલી જી.જે. 10 એ.સી. 7245 નંબરની સ્વીફ્ટ મોટરકારના ચાલકે નિલેશભાઈના મોટરસાયકલ સાથે અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે તેમને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
કલ્યાણપુર પોલીસે નિલેશભાઈ વારોતરીયાની ફરિયાદ પરથી સ્વીફ્ટ મોટરકારના ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 337, 338 તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.