લાલપુર તાલુકાના ઝાખર ગામના પાટીયા પાસે હઅને ટેન્કર વચ્ચે આજે સવારે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં રીક્ષામાં મુસાફરી કરતા પાંચ મુસાફરોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
અકસ્માતના બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના ઝાખર ગામના પાટીયા પાસે આજે સવારના સમયે જીજે-10-ડબલ્યુ-242 નંબરની પેસેન્જર રીક્ષાને સામેથી પૂરઝડપે બેફીકરાઇથી આવતા ટેન્કરે ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મુસાફરી કરતા લાલાભાઈ ઠાકરશીભાઈ (ઉ.વ.40), ઈસુબ હાસમભાઈ (ઉ.વ.59), સલીમમામદ (ઉ.વ.48), ગુલાબભાઈ રામજીભાઈ ભાનુસાળી (ઉ.વ.60) અને ટપુભા વેલુભા જાડેજા (ઉ.વ.54) નામના પાંચ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતા 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. જ્યાં તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ બનાવની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી જઈ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.