જામનગર સેન્ટ્રલ પબ્લીક વર્ક ડિપાર્ટમેન્ટના ઇલેકટ્રીક શાખાના મદદનીશ ઇજનેરને એલસીબી પોલીસે રૂા.4,52,000ની લાંચ લેતા ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ ફરિયાદીના મિત્રની જામનગર જિલ્લાના લાખાબાવળ ગામના પાટીયા પાસે હાઇવે રોડ ઉપર ગુજરાત આયુર્વેદ યુનિર્વસીટી જામનગર તથા ડબલ્યુએચઓ દ્વારા સંયુકતમાં નિર્માણ થઇ રહેલ દવાઓના રીસર્ચ સેન્ટરમાં ઇલેકટ્રીકની કામગીરી તથા દ્વારકા જિલ્લાના મોજપ ગામે આવેલ બીએસએફ મરીન તાલીમ કેન્દ્ર ખાતે ઇલેકટ્રીક સરસામાન ફીટીંગ કરવાની કામગીરીનો કોન્ટ્રાકટ મળ્યો હોય જે ઇલેકટ્રીક કામગીરીના બીલ મંજુર કરવા પેટે જામનગર સેન્ટ્રલ પબ્લીક વર્ક ડિપાર્ટમેન્ટમાં ઇલેકટ્રીક શાખાના મદદનીશ ઇજનેર ફરજ બજાવતા વિજયકુમાર બાબુલાલ મીનાએ રૂા.4,52,000ની લાંચ માંગી હતી. જે લાંચની રકમ ફરિયાદીના મીત્ર આપવા માંગતા ન હોય એસીબીમાં ફરિયાદ કરી હતી.
View this post on Instagram
ફરિયાદના આધારે રાજકોટ એસીબીના મદદનીશ નિયામક જે.ડી. મેવાડાના સુપરવિઝન હેઠળ રાજકોટ એસીબી નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એસીબી રાજકોટ એકમ ફિલ્ડ પીઆઇ આર.એન. વિરાણી તથા જામનગર એસીબી સ્ટાફે ટ્રેપ ગોઠવી જામનગર ગુજરાત આયુર્વેદ યુનીર્વસીટી કેમ્પસ સેન્ટ્રલ પબ્લીક વર્ક ડિપાર્ટમેન્ટની કચેરી ખાતે આક્ષેપીતની ચેમ્બરમાં ગોઠવેલ લાંચના છટકા દરમિયાન વિજયકુમાર બાબુલાલ મીનાને રૂા.4,52,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો. પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


