જીપીએસસી તથા પંચાયતી વર્ગની પરીક્ષા એક જ તારીખે હોવાથી તારીખ ફેરબદલ કરવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
જેમાં જણાવ્યું છે કે, તા.8-1-2023 ના રોજ જીપીએસસી વર્ગ 1 અને 2 તથા પંચાયતી વર્ગ જુનિયર કલાર્કની પરીક્ષાઓ એક જ તારીખે આવે છે. આ સાથે જીપીએસસી વર્ગ -2 (સિવિલ ઈજનેર) અને પંચાયતી વિભાગની તલાટી કમ મંત્રી વર્ગ 3 ની પરીક્ષાઓ તા.29-1-2023 એક જ તારીખે આયોજિત છે. આ બંને પરીક્ષાઓ આપવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઈચ્છુક છે. પરંતુ, એક જ તારીખના કારણે કોઇ એક પરીક્ષા તેમણે છોડવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આથી પરીક્ષાની તારીખમાં ફેરબદલ કરવા માંગણી કરાઇ છે. જેથી વિદ્યાર્થીઓ બન્ને પરીક્ષામાં હાજર રહી શકે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ-જામનગરના નગરમંત્રી ઋત્વિક પટેલ સહિતના કાર્યકરો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.