કેન્દ્ર સરકારે મધ્યાહ્ન ભોજન યોજના (મિડ ડે મીલ) અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ લાભ સ્થાનાંતરણના આધારે પૈસા ઉપલબ્ધ કરાવવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
કેન્દ્રીય શિક્ષામંત્રી રમેશ પોખરિયાલ નિશંકએ 11 કરોડ 80 લાખ વિદ્યાર્થીઓને વિશેષ રાહત ઉપાય તરીકે આ સહાયતા ઉપલબ્ધ કરાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સરકારના આ નિર્ણયથી દેશમાં સરકારી અને સરકારી સહાયતા પ્રાપ્ત સ્કૂલોમાં એકથી આઠમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને મોટો લાભ થશે.
શિક્ષા મંત્રાલાય અનુસાર, કેન્દ્ર સરકાર એ માટે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક હજાર બસો કરોડ રૂપિયાની વધારાની રકમ ઉપલબ્ધ કરાવશે. આ નિર્ણયથી કોરોના મહામારી દરમ્યાન બાળકોને જરૂરી પોષણ ઉપલબ્ધ કરાવવા અને તેમની રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવામાં પણ મદદ મળશે. મંત્રાલયએ જણાવ્યું કે, આ સહાયતા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત નિ:શુલ્ક અનાજ વિતરણ અંતર્ગત હશે. કોરોનાને જોતા કેન્દ્ર સરકાર હાલમાં ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત 80 કરોડ લોકોને મફ્ત અનાજ આપી રહી છે. હવે વિદ્યાર્થીઓને તેમના ખાતામાં પૈસા મોકલવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકાર આ યોજના માટે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આશરે 1200 કરોડની વધારાની રકમ આપશે. કેન્દ્ર સરકાર આ એક વખતના વિશેષ કલ્યાણકારી ઉપાયથી દેશભરની 11.20 લાખ સરકારી અને સરકારી સહાયતા પ્રાપ્ત શાળાઓમાં એકથી અને આઠમા ધોરણમાં અભ્યાસ કરતા લગભગ 11.8 કરોડ બાળકોને ફાયદો થશે.
ધો.1 થી 8ના દેશના 12 કરોડ જેટલાં છાત્રોને નાસ્તાને બદલે રોકડા અપાશે
કેન્દ્ર સરકારે આ માટે રૂા.1200 કરોડ રિલિઝ કર્યા