જામનગર મહાનગરપાલિકાના કમિશનરની સૂચના અનુસાર તથા નાયબ કમિશનરના માર્ગદર્શન હેઠળ જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ, સિક્યોરિટી તથા યૂસીડી શાખાની સંયુક્ત ટીમ દ્વારા શહેરમાં શિયાળાની ઠંડીમાં ફૂટપાથ પર જીવન નિર્વાહ કરતા શ્રમિકો,ભિક્ષુકો ને સમજાવીને સીટી બસ દ્વારા હાપા ખાતેના શેલટર હોમમાં શિફ્ટ કરવા માટે તા.23 ડિસેમ્બરથી દરરોજ રાતના દસથી બાર દરમિયાન નાઈટ ડ્રાઇવ કરવામાં આવે છે જેમા એસ્ટેટ ઓફિસર નિતીન દીક્ષિત,સિક્યોરિટી ઓફિસર સુનિલ ભાનુશાળી તથા તેમની ટીમ,દબાણ નીરીક્ષક યુવરાજસિંહ ઝાલા તથા તેમની ટીમ તેમજ યૂસીડીના સમાજ સંગઠક કિશનભાઈ જાની દ્વારા તા.31 ડિસેમ્બરના પણ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને પ્રોજેક્ટ પ્લાનીંગ શાખાના અર્જુનસિંહ દ્વારા લગત એજન્સી મારફત સીટી બસ ની વ્યવસ્થા કરવામાં આવે છે આ નાઈટ ડ્રાઇવમાં 8 જેટલા ઘરવિહોણા લોકોને રાતના હાપા શેલટર હોમમાં આશ્રય આપવામા આવ્યો હતો તેમજ તા. 23/12/22 થી તા.31/12/22 સુધીમાં કુલ 100 જેટલા ઘરવિહોણા લોકોને રાતના હાપા શેલટર હોમમાં આશ્રય આપવામાં આવ્યો હતો.