Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયડિસેમ્બર 2023માં જ અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિનો અભિષેક

ડિસેમ્બર 2023માં જ અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિનો અભિષેક

અયોધ્યામાં ભગવાન રામનું વિરાટ સ્વરૂપ, 30 થી 35 ફૂટના અંતરથી સરળતાથી દર્શન કરી શકાશે

- Advertisement -

અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ ઝડપ ગતિએથી ચાલી રહ્યું છે. દેશના લોકો કામ પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર, આ મંદિરનું કામ 2024 સુધીમાં પૂર્ણ થઈ જશે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, ડિસેમ્બર 2023માં જ ભગવાનની મૂર્તિનો અભિષેક કરવામાં આવશે. રામજન્મ ભૂમિતીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સચિવ ચંપત રાયે જણાવ્યું કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે અને આ વર્ષે ડિસેમ્બરમાં ભગવાન રામની મૂર્તિના અભિષેક માટે ગર્ભગૃહ તૈયાર થઈ જશે.

- Advertisement -

એટલું જ નહીં, અયોધ્યામાં ભવ્ય રામ મંદિરને લઈને વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મંદિરમાં ભગવાન રામની એવી મૂર્તિ સ્થાપિત કરવા પર વિચાર થઇ રહ્યો છે, જેને ભક્તો 30 થી 35 ફૂટના અંતરથી સરળતાથી દર્શન કરી શકે. હાલમાં ભગવાન રામ અષ્ટધાતુની લગભગ 6 ઇંચની મૂર્તિ જોવા મળે છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે, આ મૂર્તિ ઉપરાંત અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામની મોટી મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવશે, જે ભગવાન રામના બાળ સ્વરૂપની હશે.

બુધવારે અયોધ્યામાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક યોજાઈ હતી. બેઠકમાં રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિ કેવી રીતે સ્થાપિત કરવી તે અંગે ચર્ચા થઈ હતી. ભક્તો માટે ભગવાન રામના ચરણ અને આંખોના દર્શન કરી શકે તે માટે 30 થી 35 ફૂટના અંતરેથી બાળકનું સ્વરૂપને બિરાજમાન કરવામાં આવશે. તેમજ ભક્ત અને રામલલાની આંખો સમાન દિશામાં હશે જેથી ભક્તોની શ્રદ્ધા જળવાઈ રહે અને તેની આસ્થા જળવાઈ રહે. આ સિવાય રામ મંદિર એવી રીતે બનાવવામાં આવી રહ્યું છે કે રામ નવમીના દિવસે સૂર્યપ્રકાશ સીધો ભગવાન રામના મનને પ્રકાશિત કરે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular