અભિનેતા અભિષેક બચ્ચન અત્યારે સાતમાં આસમાન પર છે અને એનું કારણ છે કે તેમની ટીમ કબડ્ડીની ટુર્નામેન્ટ જીતી ગઈ છે. અભિષેક બચ્ચનની કબડ્ડી ટીમ ’જયપુર પિંક પેન્થરે’ આ વખતે પ્રો- કબડ્ડી લીગની સીઝન 9 ને જીતી લઈને ટ્રોફી પોતાના નામે કરી છે. આ જીતની ખુશી અભિષેકે સ્ટેડીયમમાં જ પત્ની ઐશ્ર્વર્યા રાય બચ્ચન અને દીકરી આરાધ્યા બચ્ચન સાથે ડાન્સ કરીને વ્યક્ત કરી હતી. ટીમના જીતની ખુશીમાં અભિષેક પોતાની ખુશીને કંટ્રોલ ન કરતા ભરચક સ્ટેડીયમમાં જ ઐશ્વર્યા અને આરાધ્યા સાથે ખુલીને ડાન્સ કર્યો. સોશ્યલ મીડિયા પર આ વિડીઓ ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
અને તેમાં અભિષેક, ઐશ્વર્યા, આરાધ્યા અને તેમની ટીમ બધા જ ખુબ ખુશ અને ઉત્સાહિત લાગી રહ્યા છે. અદાકારા ઐશ્ર્વર્યા રાયે પણ તેના સોશ્યલ મીડિયા પર અમુક ફોટો શેર કર્યા છે જેમાં એક ફોટોમાં આરાધ્યા ટ્રોફી લઈને ઉભી છે તો બીજા ફોટોમાં ઐશ્વર્યા, અભિષેક અને આરાધ્યા ટ્રોફી સાથે નજરે પડે છે. અને એક ફોટોમાં ઐશ્વર્યા અને આરાધ્યા ટ્રોફી સાથે સેલ્ફી લઈ રહ્યા છે. પોતાની ખુશી વ્યક્ત કરતા ઐશ્ર્વર્યાએ લખ્યું હતું કે – “જયપુર પિંક પેન્થર પ્રો-કબડ્ડી સીઝન 9 નું ચેમ્પિયન છે. આ સીઝન કમાલની રહી. અમને અમારી ટીમ પર ગર્વ છે કે તેમાં ટેલેન્ટેડ અને મહેનતુ પ્લેર્ય્સ છે. હમેશા ભગવાનના આશીર્વાદ બની રહે. પ્રેમ, પ્રકાશ અને વધુ તાકાત મળે, ચમકતા રહો. અભિષેક બચ્ચને પણ તેની ટીમ સાથેના ફોટોસ શેર કર્યા હતા અને તેની ખુશી વ્યક્ત કરતા લખ્યું હતું કે, ” ટીમ પર મને ગર્વ છે, તેમને આ કપ માટે ચુપ્ચલ મહેનત કરી છે. ટીકાઓ થવા છતાં પણ તેમને મહેનત કરી અને વિશ્વાસ જાળવી રાખ્યો. લોકોની ટીકાની ચિંતા કર્યા વગર તેમણે પોતાનામાં ભરોસો જાળવી રાખ્યો. આ કપને ફરીથી જીતવામાં અમને 9 વર્ષ લાગ્યા છે.