Monday, December 23, 2024
Homeરાજ્યહાલારભાણવડ પંથકની સગીરાનુ અપહરણ

ભાણવડ પંથકની સગીરાનુ અપહરણ

શકદાર તરીકે રાણપરના શખ્સનું નામ

- Advertisement -

ભાણવડ તાલુકાના રાણપર ગામે રહેતા એક પરિવારની 16 વર્ષ, બે માસની વયની સગીર પુત્રી ગઈકાલે લાપતા બનતા આ સગીરાનું અપહરણ થયું હોવાનું તેણીના પરિવારજનોના ધ્યાને આવ્યું હતું.

- Advertisement -

આ પુત્રીને લલચાવી, ફોસલાવીને વાલીપાણામાંથી અપહરણ કરીને લઈ જવા સબબ લાપતા બનેલી સગીરાના પિતાએ શકદાર તરીકે રાણપર ગામના બાલુ ભીખાભાઈ નામના શખ્સ સામે પોલીસમાં શંકા વ્યક્ત કરી છે. આથી ભાણવડ પોલીસે આઈ.પી.સી મી કલમ 363, 366 તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.આઈ. કે.બી. યાજ્ઞિકદ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular