Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરVideo : ‘ખબર ગુજરાત’ કાર્યાલયમાં ભગવાન શ્રી રામની આરતી

Video : ‘ખબર ગુજરાત’ કાર્યાલયમાં ભગવાન શ્રી રામની આરતી

- Advertisement -

જામનગર શહેરનું ‘ખબર ગુજરાત’ દૈનિક પણ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં જોડાયું હતું અને ‘ખબર ગુજરાત’ કાર્યાલયે ભગવાન શ્રી રામની આરતી ઉતારવામાં આવી હતી. જેમાં ‘ખબર ગુજરાત’ નો સ્ટાફ જોડાયો હતો.

- Advertisement -

અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની જામનગરમાં ઉજવણી થઇ હતી. અને છોટી કાશી તરીકે સુપ્રસિધ્ધ જામનગર શહેર રામમય બની ગયું હતું. ત્યારે ‘ખબર ગુજરાત’ દૈનિક પણ આ ઉજવણીમાં સહભાગી થયું હતું. ‘ખબર ગુજરાત’ કાર્યાલય ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લાઇવ નિહાળી ભગવાન શ્રી રામની આરતી પણ ઉતારવામાં આવી હતી. આ તકે ‘ખબર ગુજરાત’ ના મોભી વિપુલભાઇ કોટક, વ્યવસ્થાપક તંત્રી નિલેશભાઇ ઉદાણી, સહતંત્રી મિહીરભાઇ કાનાણી, નિવાસી તંત્રી નૈમિષ મહેતા તથા અગ્રણી જયેશભાઇ મારફતિયા તેમજ ‘ખબર ગુજરાત’ નો સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહી આ આરતીમાં જોડાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular