આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા સોમનાથથી ગાંધીનગર સુધી કિસાન બચાવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ યાત્રા જામનગર પહોંચી હતી. જામનગરના લાલબંગલા સર્કલ ખાતે આ યાત્રાનું આગમન થયું હતું જ્યાંથી બાલા હનુમાન મંદિરે આ યાત્રા પહોંચી હતી. જ્યાં આમ આદમી પાર્ટી પ્રદેશ અઘ્યક્ષ ઇસુદાનભાઇ ગઢવી, જામજોધપુરના ધારાસભ્ય હેંમતભાઇ ખવા, પ્રદેશ મહામંત્રી મનોજભાઇ સોરઠીયા, ખેડૂત સંગઠનના પ્રમુખ પ્રવિણભાઇ રામ સહિતના હોદેદારો, અગ્રણીઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. અને બાલા હનુમાન મંદિરે રામધુન બોલાવી હતી. ત્યારબાદ આ યાત્રા આગળ રવાના થઇ હતી.
View this post on Instagram


