ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીનું બ્યુગલ વાગવાની તૈયારી છે. ત્યારે આ વખતે ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ થશે તે નકકી જ છે. ગુજરાતમાં આપનું જોર વધતું જાય છે ત્યારે 80 લાલપુર-જામજોધપુર વિધાનસભાની બેઠક ઉપર આમ આદમી પાર્ટીમાં પેરાશુટ (આયાતી) ઉમેદવાર ઠોકી બેસાડવાની ચર્ચાને લઇ આમ આદમી પાર્ટીના સંગઠનમાં ઘેરા પડઘા પડી રહયા છે. છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીના સંગઠનને મજબૂત કરી રહેલ કાર્યકરોમાં આ મુદે નારાજગીનો દોર પ્રસરી રહ્યો છે. પેરાશુટ ઉમેદવારની ચર્ચાને લઇ જુના કાર્યકર્તામાં જવાળામુખીની જેમ લાવા પ્રસરી રહ્યો છે. આ મુદે પાર્ટીને એક બેઠકમાં પણ કાર્યકરોએ લાલઘુર થઇ આ મુદે ઉગ્રરોષ વ્યકત કર્યો હોવાનું સૂત્રોમાં ચર્ચાઇ રહેલ છે ત્યારે જો આમ થશે તો કાર્યકર્તામં જવાલામુખીની જેમ ઉકળી રહેલ લાવા ફાટી નિકળવા સંભવ છે તેવુ અને પાર્ટીને પણ બહુ મોટું નુકસાન થાય તેવું ચર્ચાઇ રહ્યું છે.