ગુજરાત વિધાન સભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે ત્યારે હવે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોનું 11મું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં વધુ 12 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાટીદાર આંદોલનના બે ચહેરા આમ આદમી પાર્ટીમાંથી ચુંટણી લડશે. અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવીયાને ટિકિટ મળી છે. અગિયારમી યાદીમાં આમ આદમી પાર્ટીએ ગાંધીધામ, દાંતા, પાલનપુર, કાંકરેજ, રાધનપુર, મોડાસા, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, કુતિયાણા, બોટાદ, ઓલપાડ, વરાછા રોડના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. અલ્પેશ કથીરિયાને વરાછાથી ટિકિટ આપવામાં આવી છે અને ધાર્મિક માલવિયાને ઓલપાડથી ટિકિટ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીધામથી બીટી મહેશ્ર્વરી, દાંતાથી એમકે બોંબાડીયા, પાલનપુરનથી રમેશ નાભાણી, કાંકરેજથી મુકેશ ઠક્કર, રાધનપુરથી લાલજી ઠાકોર, મોડાસાથી રાજેન્દ્રસિંગ પરમાર, રાજકોટ ઈસ્ટથી રાહુલ ભુવા, રાજકોટ વેસ્ટથી દિનેશ જોષી, કુતિયાણાથી ભીમાભાઈ મકવાણા, બોટાદથી ઉમેશ મકવાણાને ટિકીટ મળી છે.