Saturday, December 28, 2024
Homeરાજ્યકાલાવડ તાલુકાના મોડપર નજીક ટેન્કરે ઠોકરે ચડાવતા યુવકનું મોત

કાલાવડ તાલુકાના મોડપર નજીક ટેન્કરે ઠોકરે ચડાવતા યુવકનું મોત

અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર : પોલીસ દ્વારા ટેન્કરચાલકની શોધખોળ

- Advertisement -

કાલાવડ તાલુકાના મોડપર નજીકના માર્ગ પરથી પસાર થતાં બાઈકસવારને પૂરઝડપે બેફીકરાઈથી આવતા ટેન્કરચાલકે ઠોકર મારી હડફેટે લેતાં યુવકને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના હડમતિયા ગામના વાડી વિસ્તારમાં રહેતા અને ખેતી કરતા સુનિલ ભૂપતભાઈ પરમાર નામનો યુવક સોમવારે બપોરના સમયે મોડપરથી કાલાવડ તરફના માર્ગ પરથી જતો હતો તે દરમિયાન પૂરઝડપે બેફીકરાઈથી આવતા ટેન્કરના ચાલકે યુવકને ઠોકર મારી હડફેટે લેતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ પિન્ટુ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એસ.પી. સોઢા થતા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી અજાણ્યા ટેન્કર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular