Saturday, January 11, 2025
Homeરાજ્યહાલારદ્વારકામાં યુવાનને અપમાનિત કરી પતાવી દેવાની ધમકી

દ્વારકામાં યુવાનને અપમાનિત કરી પતાવી દેવાની ધમકી

બાઈકસવારે બાઈક અથડાવી ગાળો કાઢી : એટ્રોસિટી સહિતનો ગુનો નોંધાયો

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, દ્વારકામાં આવેલી રોમાક્રિસ્ટો હોટલ પાસેથી રાત્રિના આશરે 12 વાગ્યાના સમયે મોટરકાર લઈને નીકળેલા પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના મૂળ વતની અને હાલ દ્વારકામાં રહેતા અશોકભાઈ રણમલભાઈ કારાણી નામના 39 વર્ષના અનુસૂચિત જાતિના યુવાનની મોટરકાર સાથે જી.જે. 37 એ. 1502 નંબરના ડીલક્સ એક મોટરસાયકલના ચાલકે પોતાની બાઈક અથડાવી હતી. જેથી ફરિયાદી અશોકભાઈએ આરોપીને કહેલ પોતાનું વાહન જોઈને ચલાવવાનું કહ્યું હતું.

- Advertisement -

ત્યારબાદ આ સ્થળેથી નીકળી ગયેલા આરોપી બાઇક ચાલકે આગળ જઈને અશોકભાઈનું વાહન અટકાવી અને અવરોધો કર્યો હતો. જેથી તેમણે કારનો દરવાજો ખોલતા આરોપી બાઈક ચાલકે તેમને બિભત્સ ગાળો કાઢી, જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી, કારમાંથી ચાવી કાઢી લીધી હતી. જે પરત માંગતા આરોપીએ અશોભનીય બાબત કહી, અપમાનિત કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે અશોકભાઈ કારાણીની ફરિયાદ પરથી બાઈક ચાલક સામે આઈ.પી.સી. કલમ 323, 341, 504 506 (2) તથા એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular