Wednesday, January 8, 2025
Homeરાજ્યહાલારજામજોધપુર નજીક ખેતરના કૂવામાં પડી જતાં યુવકનું મોત

જામજોધપુર નજીક ખેતરના કૂવામાં પડી જતાં યુવકનું મોત

રાત્રિના સમય દરમિયાન અકસ્માતે કૂવામાં ડુબી ગયો : પોલીસ દ્વારા કાર્યવાહી : જામનગરની ઠેબા ચોકડી નજીકથી યુવાનનો મૃતદેહ સાંપડયો : ઓળખ મેળવવા તજવીજ

- Advertisement -

જામજોધપુર ગામમાં આવેલા ખરાવાડ વિસ્તારમાં રહેતો યુવક સીમમાં આવેલા ખેતરના કૂવામાં અકસ્માતે પડી જતાં ડુબી જવાથી મોત નિપજ્યું હતું. જામનગર નજીક ઠેબા ચોકડી પાસેથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા પોલીસે ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જામજોધપુર ગામમાં આવેલા ખરાવાડ વિસ્તારમાં રહેતો અને ખેતમજૂરી કરતો દેવાભાઈ ખોડાભાઈ સરવૈયા (ઉ.વ.18) નામનો યુવક જામજોધપુર નજીકની બોખલી સીમમાં આવેલા ખેતરમાં મજૂરી કામ કરતો હતો. તે દરમિયાન અકસ્માતે કૂવામાં પડી જતાં ઉંડા પાણીમાં ડુબી જવાથી મોત નિપજ્યું હતું. બનાવ અંગેની મૃતકના પિતા ખોડાભાઈ દ્વારા જાણ કરાતા હેકો વી.પી. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ કૂવામાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર નજીક આવેલ ઠેબા ચોકડી પાસે બાવનળી જાળીઓમાંથી રવિવારે સવારના સમયે અજાણ્યા પુરૂષનો મૃતદેહ સાંપડયો હોવાની રમેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો એસ.એસ. જાડેજા તથા સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સ્થળ પરથી અજાણ્યા પુરૂષના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. મૃતકના હાથમાં જલારામ તથા ૐ ચિત્ર ત્રોફાવેલ છે. આ વ્યક્તિ અંગેની કોઇ જાણકારી મળે તો પંચકોશી બી ડીવીઝનમાં 0288-2730151 નંબર પર સંપર્ક કરવા પોલીસની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular