જામનગર શહેરમાં હરિયા કોલેજ પાસેના રહેણાંક વિસ્તારમાં રાત્રીના સમયે યુવાન પાસે માંગતા પૈસાની તેની પત્ની પાસે માંગણી કરતાં પૈસા ન હોવાનું જણાવતાં ત્રણ શખ્સોએ યુવતી ઉપર લાકડાના ધોકા વડે માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં રહેતી મહિલાને તેણીના પતી અને સાસરીયાઓ દ્વારા અવારનવાર મેણાટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપતાં હોવાની ફરિયાદના આધારિત પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં હરિયા કોલેજ રોડ પર આવેલી રેસ્ટોરન્ટની પાછળના વિસ્તારમાં રહેતા ધર્મેશ ગોહિલ નામના યુવાન પાસે રામ જીવા મોઢવાડિયા, કાના જીવા મોઢવાડિયા, મુના પાલા માડમ નામના ત્રણ શખ્સો પૈસા માંગતા હતાં અને આ પૈસાની માંગણી ધર્મેશની પત્ની હેતલબેન પાસે કરી હતી. જેથી તેણીએ પૈસા ન હોવાનું જણાવતાં ત્રણેય શખ્સોએે યુવતીને અપશબ્દ બોલી લાકડાના ધોકા વડે માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલી યુવતીને સારવાર માટે ખસેડવામાં આવી હતી. જયાં આ બનાવ અંગેની જાણ થતાં હેકો. ડી.પી.ગુસાઇ તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.
બીજો બનાવ જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં રહેતી રેખાબેન રાઠોડ નામની મહિલાને તેણીના લગ્ન જીવન દરમ્યાન પતી મયુર બાવનજી, સસરા બાવનજી કારા, સાસુ રતનબેન બાવનજી, નણંદ મિનાબેન બાવનજી, કાકાજી સસરા અરવીંદ કારા સહિતના સાસરીયાઓ દ્વારા અવાર-નવાર દહેજ બાબતે શારીરિક માનસિક ત્રાસ આપી મારી નાંખવાની ધમકી આપી પહેરલ કપડે ઘરમાંથી કાઢી મુકયાની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથધરી હતી.