કાલાવડ તાલુકાના આણંદપર ગામની સીમમાં આવેલી રાજકોટના વેપારી યુવાનની ખેતીની જમીન પાંચ શખ્સોએ એકસંપ કરી પચાવી પાડયાની કલેકટરમાં કરેલી અરજીના આધારે પોલીસે લેન્ડ ગે્રબિંગ એકટ હેઠળ પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, રાજકોટના કાલાવડ રોડ પરના વિસ્તારમાં રહેતા પાર્થિવકુમાર પ્રવિણચંદ્ર ગણાત્રા નામના વેપારી ખેડૂત યુવાનની ખેતીની જમીન કાલાવડ તાલુકાના આણંદપર ગામની સીમમાં નવા રેવન્યુ સર્વે નંબર 968 વાળી હે.આરે.ચો.મી.1-21-41 ના ક્ષેત્રફળની ખેતીની જમીનમાં પશ્ર્ચિમી ભાગે ક્ષેત્રફળ હે-0-28-51 ચો.મી.વાળી જમીન ઉપર નારાયણસિંહ ગણેશકુમારસિંહ ઝાલા, ગણેશકુમારસિંહ ઝાલા, ગાયત્રીબા ગણેશકુમારસિંહ ઝાલા, જાનકીબા ગણેશકુમારસિંહ ઝાલા નામના રાજકોટના ચાર શખ્સો તથા આણંદપરના રાજદીપસિંહ જે. જાડેજા સહિતના પાંચ શખ્સોએ યુવાનની જમીન ઉપર દબાણ કરી પચાવી પાડી પતાવી દેવાની ધમકી આપી હતી. આ ધમકી સંદર્ભે વેપારી યુવાને જામનગર કલેકટરને કરેલી અરજી બાદ લેન્ડ ગે્રબિંગ એકટ હેઠળ પોલીસે ગુનો નોંધી આ બનાવની ડીવાયએસપી ડી.પી.વાઘેલા તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.