Monday, December 30, 2024
Homeરાજ્યહાલારકાલાવડના નાગપુર ગામમાં ગરીબ શ્રમિક યુવાનનું મકાન તોડી પાડયું

કાલાવડના નાગપુર ગામમાં ગરીબ શ્રમિક યુવાનનું મકાન તોડી પાડયું

ગામના જ આઠ શખ્સોએ મકાન પાડી નાખી નુકસાન પહોંચાડયું : યુવાનના સંબંધીઓના ઝુંપડામાં પણ નુકસાન કર્યું : શ્રમિકને ગાળો બોલી પતાવી દેવાની ધમકી આપી : પોલીસ દ્વારા આઠ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

કાલાવડ તાલુકાના નાગપુર ગામમાં રહેતા અને મજૂરી કામ કરતાં યુવાનેે તાલુુકા પંચાયત દ્વારા ફાળવેલા પ્લોટમાં બનાવેલા મકાનમાં એક સપ્તાહ પૂર્વે રાત્રીના સમયે આઠ શખ્સોએ એકસં5 કરી મકાન પાડી નાખ્યું હતું તેમજ યુવાનના સંબંધીઓના ઝુંપડામાં પણ નુકસાન પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના નાગપુર ગામમાં રહેતાં અને મજૂરી કામ કરતા દામજીભાઈ વિશાભાઈ પરમાર નામના યુવાનને ગત વર્ષ 2021 માં કાલાવડ તાલુકા પંચાયત દ્વારા પ્લોટ ફાળવવામાં આવ્યો હતો. આ પ્લોટમાં શ્રમિક યુવાન દ્વારા મકાન બનાવવામાં આવ્યું હતું. દરમિયાન એક સપ્તાહ પૂર્વે રાત્રીના સમયે અરવિંદ ગોરધન કપુરીયા, ગોવિંદ ગોરધન કપુરીયા, જાગા દેવશી કપુરીયા, ગંગદાસ દેવશી કપુરીયા, રવજી ડાયા કપુરીયા, રમેશ હીરા કપુરીયા, વિનોદ મનુ કપુરીયા અને બાબુ વીરા કપુરીયા નામના આઠ શખ્સોએ એક સંપ કરી વારા ફરતી આવીને શ્રમિક યુવાનનું મકાન પાડી નાખી 60 હજાર રૂપિયાનું નુકસાન પહોંચાડયું હતું તેમજ શ્રમિક યુવાનના સંબંધીઓના ઝુંપડામાં પણ ગત તા.28 ના રોજ નુકસાન પહોંચાડયું હતું. ત્યારબાદ શ્રમિક યુવાનને અરવિંદ કપુરીયા નામના શખ્સએ અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી. મકાન પાડી નાખી અપશબ્દો બોલી ધમકી આપ્યાના બનાવ અંગેની જાણ કરતા હેકો પી.કે.જાડેજા તથા સ્ટાફે દામજીભાઈ પરમારના નિવેદનના આધારે આઠ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular